સેહત કે સૂર: સ્વાસ્થ્યનો સૂર, તંદુરસ્તીનો તાલ
કહેવાય છે કે મન શાંત, સ્થિર અને આનંદમય હોય તો તન સ્વસ્થ રહે. તંદુરસ્તીનો આધાર મન દુરસ્તી છે અને મનને પ્રસન્ન, પ્રફુલ્લિત રાખવા સંગીતથી ઉત્તમ બીજું શું હોઈ શકે? ભારતીય સમાજમાં સંગીતનાં મૂળિયાં એટલાં ઊંડાં છે કે આપણાં પ્રત્યેક કર્મને સંગીત સાથે જોડી દેવામાં આવ્યાં છે. જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પ્રસંગે સંગીતનો ઉપયોગ થાય છે....