વાદયકારોએ યશ ના ભાગીદાર 00

માત્ર ગાયકો જ નહીં, વાદ્યકારો પણ ગીતના યશના સહ-ભાગીદાર

ख़ुशी और राहत महसूस कर रहा हूँ अहमदाबाद से श्री अजितभाई के लिए, अभूतपूर्व जानकारी, रिसर्च के साथ भारतीय और फ़िल्म संगीत के अनमोल खजाने को अपनी कलम के साथ “याद पिया की आये’ क़िताब के रूप में उन्होंने एक नया अध्याय आनेवाली जनरेशन के लिए जोड़ा है। इसे केवल फाइन, फैंटास्टिक, लवली या ग्रेट बोलने से काम नहीं चलता। कला संगीत का विश्लेषण करना किसी पूजा पाठ से काम नहीं होता। आधी से ऊपर शताब्दी बीत चुकी है। इन गीतों के रचेता दुनिया से चले गए हैं, पर यह गीत आज भी ज़िन्दा हैं। आज भी उतने ही ताज़ा और जवान हैं। सुनते हैं तो लगता है की अभी भी हम १९५० या ६० में ही हैं। – दिनेश घाटे ‘जैन’

  • અજિત પોપટ । અહમદાબાદ

વાદયકારોએ યશ ના ભાગીદાર 01

સામાન્ય રીતે આપણે ગીતકાર, સંગીતકાર અને ગાયકોની ખૂબીઓ જોતાં હોઈએ છીએ પરંતુ, એક ગીત સર્વાંગસુંદર બને એમાં બીજા પણ કેટલાક લોકો નિમિત્ત બનતાં હોય છે. દાખલા તરીકે ફિલ્મ ‘મેરી સૂરત તેરી આંખેં’નું મોહમ્મદ રફીએ ગાયેલું ગીત, નાચે મન મોરા મગન ધિક તા ધીગી ધીગી…! આ ગીતના મુખડામાં ધિક તા ધીગી ધીગી ત્રણ વાર આવે છે. શાસ્ત્રીય સંગીતની પરિભાષામાં એ તિહાઇ કહેવાય છે. ત્રીજી વાર ધિક તા ધીગી ધીગી આવે એ પહેલાં ધિક તા પછી તબલાના બાયાનો ધૂઘવાટ છેડાય છે. એ ગીતનાં રેકોર્ડિંગમાં તબલા પર બનારસ ઘરાનાના પંડિત સામતાપ્રસાદ હતા. એમણે સંગીતકારની ઈચ્છા મુજબ બાયું ઘુમાવ્યું હતું. એ જ રીતે ફિલ્મ ‘ગાઈડ’ના એક કરતાં વધુ ગીતોમાં મનોહારી સિંઘે સેક્સોફોન છેડ્યું હતું. આજ ફિલ્મના એક ગીત ‘પિયા તોસે નૈના લાગે રે…‘ માં પંચમદાની વિનંતી સ્વીકારીને સંતુરસમ્રાટ પંડિત શિવકુમાર શર્માએ માત્ર એક પંક્તિ માટે તબલાં વગાડ્યાં હતાં.

હકીકત એ છે કે છેલ્લા 75-80 વરસમાં શાસ્ત્રીય સંગીતના ધૂરંધરો એક યા બીજી રીતે કેટલાંક ફિલ્મી ગીતો સાથે સંકળાયેલા હતા. પંડિત રવિશંકર કે ઉસ્તાદ અલ્લારખ્ખાએ ફિલ્મોમાં કેટલીક સંગીત પીરસ્યું હતું એ હકીકત તો સર્વવિદિત છે. ‘ગૂંજ ઉઠી શહનાઈ’ જેવી ફિલ્મમાં ઉસ્તાદ બિસ્મિલ્લાખાં સંકળાયેલા હતા એ પણ બધા જાણે છે. પરંતુ અન્ય કેટલાક ટોચના સંગીતકારો પણ સુપરહિટ ગીતો સાથે સંકળાયેલા હતા, એ વિષે બહુ ઓછું લખાયુ છે. કેટલાક ગીતો વિષે અધૂરી માહિતી પ્રગટ થઇ હોવાથી અથવા એની વિગતોમાં ઊંડા ઉતારવાની તૈયારી ઓછી હોવાથી વધુ વિગતો પ્રકાશમાં નથી આવી.

એક પ્રસંગથી વાત માંડીએ. સમય લગભગ 1955-56નો. રાજકમલવાળા વી.શાંતારામ એક ફિલ્મની તૈયારીમાં ગૂંથાયેલા હતા. મુંબઈમાં મ્યુઝિયમ પાસે કાવસજી જહાંગીર હોલમાં સૂર સિંગાર સંસદનું ત્રણ રાતનું શાસ્ત્રીય સંગીત સમ્મેલન ચાલતું હતું. એક રાત્રે શાંતારામ બાપુની પુત્રીએ સંગીત સંમેલનમાંથી આવીને પિતાને કહ્યું : “કશ્મીરથી એક દૂબળો પાતળો છોકરો આવ્યો છે. એકસો તારવાળું કોઈ વાજિંત્ર એણે છેડ્યું હતું. તમારી નવી ફિલ્મમાં એ કામ લાગે એવો છે”. શાંતારામ બાપુએ તરત સૂર સિંગર સંસદના હોદ્દેદારોનો સંપર્ક સાધીને

વાદયકારોએ યશ ના ભાગીદાર 02

એ યુવાનને પોતાને ત્યાં ડિનર પર નોતર્યો. એનું વાજીંત્ર સાંભળ્યું. પહાડ પરથી ઝરણું ઉતરતું હોય કે પછી પહેલી નજરનો પ્રેમ મૂક રીતે વ્યક્ત કરવો હોય ત્યારે આ સાજનો રણઝણાટ ઉપયોગ થઇ પડે એવું હતું. શાંતારામ બાપુએ એ યુવાનને કહ્યું, “તમે અહીં મુંબઈમાં રહી જાઓ. તમારી કલાની કદર અહીં થશે”. ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’ માં એમણે પહેલીવાર પોતાના સાજનો જાદુ વહેતો કર્યો. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વાત વિખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માની છે.

હજી એક કલાકારની વાત કરીએ. સંગીતકાર રોશન, મદન મોહન, જયદેવ કે ઓ. પી. નય્યરનાં ગીતોના સંગીત ને તમે માણતા હો તો તમારે આ કલાકાર વિશે જાણવું જ જોઈએ. વર્ષો પહેલાં સારંગી (જેને સૌરંગી કહેવામાં આવે છે, કારણ કે એ એકસો હાવભાવને રજૂ કરી શકે છે અને એના સ્વર મનુષ્ય કંઠની નિકટ છે). આ વાદ્ય વગાડતો એક કલાકાર રાજસ્થાનથી આવ્યો અને એણે પોતાની તપસ્યા દ્વારા સારંગીનો કાયાકલ્પ કરી નાખ્યો.  કેટલીક ફિલ્મોમાં વગાડી તથા સારંગી વાદનમાં ભગીરથ પુરુષાર્થ કરીને એમણે શાસ્ત્રીય સંગીતના સ્ટેજ પર આ વાદ્યને સોલો ઇન્સ્ટ્રુમેન્ટનું સ્થાન અપાવ્યું. એ કલાકાર એટલે સારંગીસમ્રાટ પદ્મભૂષણ પંડિત રામનારાયણ.‌

‘જો અને તો’ ની વચ્ચે ઘણી વાર ઇતિહાસ દટાયેલો પડ્યો હોય છે. રાગદારી આધારિત ગીત હોય કે લોકસંગીત આધારિત કે પછી વેસ્ટર્ન મ્યુઝિકની ઉઠાંતરી હોય, ઓર્કેસ્ટ્રા સાથે સંકળાયેલા કેટલાય અનામી સાજિંદાના મૂક પ્રદાનની નોંધ ન આપણે લીધી છે ન બૉલીવૂડે.‌ એક ગીતને લોકપ્રિય બનાવવામાં વાદ્યકારોના પ્રદાનને અવગણી ન શકાય.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *