કઠોર અને આક્રમક ગણાતા રાજનેતાઓની ઓછી જાણીતી કોમળ બાજુ પણ રસપ્રદ
અજિત પોપટ - અહમદાબાદ । ajitmpopat137@gmail.com મેવાડની મહારાણી અને ભક્ત-કવયિત્રી મીરાંબાઇના ગુરુ ગણાતા સંત રવિદાસની જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તિગીતોમાં હાજરી આપી. તેમણે આ પ્રસંગે ભજન કરી રહેલા શ્રદ્ધાળુઓ સાથે સાથે બેસીને કરતાલ વગાડી એ તસવીર મિડિયાએ હોંશભેર પ્રગટ કરી. અગાઉ તેમણે મણીપુરમાં પારંપરિક ઢોલ પર હાથ અજમાવ્યો હતો તો અન્ય એક સ્થળે...