કેટલાય કલાકારને મેં પ્રેમપૂર્વક જમાડયા છે : બેગમ પરવીન સુલતાના
- નંદિની ત્રિવેદી
She is called the Empress of Classical Music. Who is unaware of the name of Begum Parveen Sultana? A very sociable, simple, and witty personality. The range of Parveenji’s voice, which can be sung easily in all three saptaks, is as wide as the interest of life. Parveenji gave her first performance at the age of just 12 years. Her music has also been recorded since 1956. Singer Parveen Sultana’s song ‘Humen Tumse Pyaar Kitna’ from the film ‘Kudrat’ was one of the biggest hits. She kept mesmerizing the audience with her voice in films like Gadar, Do Boond Paani, and Pakiza,h and many more. Parveenji, who has done many concerts with her guru and husband Dilshad Khan, is honored by the government of India with the ‘Padma Bhushan’ award. She received many other awards like Gandharva Kalanidhi, Miyan Tansen, and Sangeet Natak Akademi, and the list is long.
શાસ્ત્રીય સંગીતની સામ્રાજ્ઞી કહેવાતા હોવા છતાં અત્યંત સાલસ, સરળ અને મોજીલું વ્યક્તિત્વ ધરાવતાં બેગમ પરવીન સુલતાના નામથી કોઈ અજાણ હોઈ શકે? ત્રણે સપ્તકમાં સહજતાથી ગાઈ શકતાં પરવીનજીની સ્વરની રેન્જ જેટલી વિશાળ છે એટલી જ જીવનના રસની પણ. પરવીનજીએ એમનો પહેલો પર્ફોર્મન્સ ફક્ત 12 વર્ષની વયે આપ્યો હતો. 1956થી તેમનું સંગીત રેકોર્ડબદ્ધ પણ થયું છે. ગદર, કુદરત, દો બૂંદ પાની અને પાકિઝા જેવી ફિલ્મોમાં ગાનાર પરવીનજીનું ‘હમેં તુમસે પ્યાર કિતના’ ગીત ખૂબ લોકપ્રિય થયું હતું. તેમના ગુરુ અને પતિ દિલશાદ ખાન સાથે અનેક કોન્સર્ટ કરી ચૂકેલા પરવીનજીને પદ્મશ્રી એવોર્ડ સહિત ગાંધર્વ કલાનિધિ, મિયાં તાનસેન, સંગીત નાટક અકાદમી એવોર્ડ્સ પણ મળી ચુક્યા છે.
મુખ્ય શોખ:
કૂકિંગ , જમવું, જમાડવું અને રાંધવું ત્રણેની હું શોખીન. મારા આ શોખની ઘણાને ખબર છે એટલે કોઈ નવી રેસ્ટોરાં ખુલી હોય તો મને આમંત્રણ હોય જ. એ સિવાય મને ઉત્તમ ફિલ્મો અને નાટકની ડીવીડી ખરીદીને જોવાનો બહુ જ શોખ હતો. હવે તો જમાનો બદલાઈ ગયો છે. સંગીત તો મારી રગ રગમાં છે તેથી હું કિચનમાં હોઉં કે બેડરૂમમાં, વેસ્ટર્ન કલાસિકલ સંગીત મારા ઘરમાં રેલાતું જ હોય.
પ્રિય પુસ્તક:
એક જમાનામાં હું ઘણી નોવેલ્સ વાંચતી હતી. હવે બિલકુલ સમય નથી મળતો. છતાં મને લેખિકા પર્લ બક પ્રિય છે. એમણે લખેલા કેટલાંય પુસ્તકો ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. અદ્ભૂત ફિલ્મ ‘ગાઈડ’ પણ એમનો જ પ્રોજેક્ટ હતો. આ ફિલ્મના સ્ક્રિપ્ટમાં એમનું પ્રદાન નોંધનીય હતું. પર્લ બકનું લખાણ ખૂબ સરળ અને સ્ટોરી સોફ્ટ હોવાથી હૃદયસ્પર્શી બને છે તેઓ એક એક પ્રોફાઈલ એવા લે કે તમને જકડી રાખે. સ્ત્રી સમસ્યા વિષે પણ તેમણે ખૂબ લખ્યું છે.
પ્રિય લેખકો:
પર્લ બક તો ખરી જ, એ સિવાય મને રવીન્દ્રનાથ ટાગોરનું લખાણ તેમજ કેટલાક આસામી લેખકો પણ ગમે છે. હું મૂળ આસામની છું ને.
પ્રિય કવિ:
મને ફિલોસોફિકલ પોએટ્રી વધુ આકર્ષે છે. ઉર્દુ શાયર ગાલિબ અને ઝૌકની શાયરીમાં પ્રગાઢ ઉંડાણ અને અપાર વૈવિધ્ય છે. એમને વાંચવાનો નશો જ કઈંક અલગ.
પ્રિય સંગીત અને સંગીતકાર:
શાસ્ત્રીય સંગીતમાં ખયાલ સિંગિંગ મારી જાન છે. ફિલ્મ સંગીતમાં સૌથી પસંદીદા મદન મોહનજી, નૌશાદજી અને આર ડી બર્મન. નૈના બરસે રિમઝીમ રિમઝીમ, લગ જા ગલે, મેરે મેહબૂબ તુઝે મેરી મુહબ્બત કી કસમ, આહા .. શું અવિસ્મરણીય ગીતો છે આ બધાં. હજાર વાર સાંભળો તોએ કંટાળો ના આવે. અને શાસ્ત્રીય સંગીતમાં દિલશાદ ખાન જે ઘણા સારા કમ્પોઝર, પર્ફોર્મર, મારા ગુરુ અને મારા પતિ છે. પ્લીઝ મને સ્વકેન્દ્રી નહીં સમજતા પણ દિલશાદજી મને સૌથી પ્રિય છે. બાકી ઉસ્તાદ અમીરખાં સાહેબ, બડે ગુલામઅલી, પંડિત રવિશંકરજી, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં જેવા અનેક લેજેન્ડસ તો ગમે જ ગમે.
મનગમતી ફિલ્મો:
કેટલી યાદ કરું? ફિલ્મોની ભારે શોખીન છું. પાકીઝા, ઉમરાવજાન ટાઈપની ફિલ્મો વધુ ગમે. ટેન કમાન્ડમેન્ટ્સ બેનર ખૂબ જ ગમી હતી. ટોમ ક્રૂઝની હું ફેન છું અને શાહરુખ ખાન પણ ગમે છે. ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલ પણ અદભુત ફિલ્મ છે.
પ્રિય વાનગી:
મોગલાઈ. સૌથી પ્રિય કબાબ બિરયાની હોય તો જલસો પડી જાય. ચાઇનીઝ સૂપ પણ મજેદાર હોય છે અને તમારી ગુજરાતી વાનગીઓનું તો પૂછવું જ શું? ખાંડવી, ઢોકળાંનું નામ પડતાં જ મોમાં પાણી આવી જાય.
તમે કઈ વાનગી સર્વશ્રેષ્ઠ બનાવો છો?
અરે મારા હાથની બિરયાની ભલભલા દિગ્ગજોએ ખાઈને વખાણી છે. ઉસ્તાદ અલી અકબર ખાં, પંડિત નિખિલ બેનર્જી સહિત કેટલાય કલાકારોને મેં પ્રેમપૂર્વક જમાડ્યા છે એવી તારીફ મેળવી છે કે મારા હાથની રસોઈ ખાઈને તેઓ બોલી ઉઠે કે ‘પરવીનજી હમેં તો લગતા હૈ આપ કે હાથ કો છૂ લેં’. પ્રશંસા કોને ના ગમે? સ્ત્રીઓને તો ખાસ ગમે. આપણે સ્ત્રીઓ રસોઈ બનાવવા ખાતર નથી બનાવતાં, એમાં પ્રેમ લાગણી વધુ ઉમેરીએ છીએ તો ફિર તારીફ તો હોની ચાહિએ! કોઈ કદર ના કરે તો બનાવવાની મજા ના આવે. અને કાજલ તો ખરીદું જ અને મોલમાં પહેલી નજર પર્ફ્યુમ પર જ પડે.
પ્રેમ એટલે શું?
લવ ઇઝ ડિવાઇન. પ્રેમમાં પવિત્રતા ન હોય તો એ પ્રેમ સફળ ન થઈ શકે એમ મને લાગે છે. પ્રેમ આપોઆપ થઈ જાય છે. ગુણ-અવગુણ સારું નરસું ચકાસીને પ્રેમ થાય તો એ સ્વાર્થ હોય છે, પ્રેમ નહીં. આજકાલ તો સાચા પ્રેમની ગેરહાજરી હોવાથી ડિવોર્સ કેસ વધી રહ્યાં છે એ દુઃખજનક છે.
જીવનસાથી કેવા ગમે?
હું હંમેશા પ્રાર્થના કરતી હે ભગવાન મને એવો જીવનસાથી આપજો જે મારા મનની શાંતિને બરકરાર રાખે અને મારા સંગીતને ડિસ્ટર્બ ન કરે. હું નસીબદાર છું કે મને એવા જ જીવનસાથી દિલશાદ ખાન સાબ મળ્યા છે. અમારો પ્રથમ નજરનો પ્રેમ હતો. મને લાગે છે કે કોઈક વ્યક્તિ જોતાંની સાથે જ એના માટે જુદા પ્રકારની લાગણી થાય એની સતત કાળજી લેવાની ઈચ્છા થાય એ જ પ્રેમ હોય છે.
પ્રિય પ્રવાસ સ્થળ?
કેનેડામાં એક સ્થળ છે Rocky hills આવી સુંદર જગ્યા અને ત્યાંના સરોવર નો અદભુત લાઈટ ગ્રીન કલર મેં બીજે ક્યાંય જોયો નથી. કુદરતનો નજારો એવો બેમિસાલ છે કે સરોવરની આસપાસ બર્ફીલી હિલ છે. હજારો વર્ષથી બરફ પડી પડી ને ત્યાં બર્ફીલા રૉક બની ગયાં છે એટલે ચારે બાજુમાં ખડક પર બરફની સફેદ ચાદર અને એની વચ્ચે ગ્રીન કલરનું લેક લૂઈઝ સુંદર દ્રશ્ય સર્જે છે. મને કુદરત સાથે રહેવું બહુ જ ગમે છે. હું આસામની છું. ત્યાંનું કાઝીરંગા ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ પણ એટલાં જ પ્રિય. ત્યાં તો બસંત બહાર એમ બધી વસ્તુઓ ની મજા જ કંઇક જુદી હોય છે ઋતુઓની મજા યુરોપમાં. એ પણ મને ખૂબ વહાલું છે. ફ્રાન્સની countryside સુપર છે અને રશિયાની તો શું વાત જ કરવી? ત્યાંની મહેમાનનવાજી મ્યુઝિક અને ડાન્સ અને આઈસ કેક! આહા શું યાદ કરવું ? કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાનમાં જે પ્યાર મોહબત લોકોના જોયા છે એ અવિસ્મરણીય છે.
તમારે માટે સ્ટ્રૅસ બસ્ટર શું છે?
બેડરૂમમાં બે-ત્રણ કલાક ભરાઈ જઈને પ્રાણાયમ અથવા યોગ કરીને રિલેક્સ થાઉં અથવા મગજને બીજી દિશામાં વાળવા ટીવી કે ફિલ્મ જોઉં. મન અન્ય દિશામાં વાળી દઈએ તો સ્ટ્રેસ ઓછો થઈ જાય.
તમારે માટે સૌથી મૂલ્યવાન શું?:
જિંદગી જ. હા જેનો કોઈ ચોક્કસ મકસદ હોય એવી જિંદગી. ઈશ્વરે તમને આ અનમોલ ભેટ આપી છે એને તમે વેડફો તો એ ગુનો કર્યો કહેવાય. ભગવાનને શું મોં બતાવશો? ભગવાને મને સંગીત સફર જીંદગી આપી છે તો હું એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો લોકોની સેવા કરી શકું તો જ એ જિંદગીનું મૂલ્ય સાચું ગણાય.
લોકોની કઈ બાબત નથી ગમતી?
વિશ્વાસઘાત, છેતરપિંડી.
પુનર્જન્મ હોય તો શું બનવાનું પસંદ કરો?
હું બિલકુલ માનતી નથી. આ જ જિંદગી સર્વશ્રેષ્ઠ જીવવી છે.
Comment (1)
Begum Parveen Sulatana , a beautiful lady with beautiful mind ?!!!! , God has specially created her with all the good qualities, a sober personality with simple thinking ?
Hats of to her singing ?❤?Anu